(N/A) ઘણી બધી આલ્કાઈન અણુઓ એકબીજા સાથે જોડાઈને વિશાળ અણુ બનાવે છે,જેને આલ્કાઈનનું પોલીમરાઈઝેશન કહેવામાં આવે છે.
આલ્કાઈન પોલીમરાઈઝેશનના મુખ્ય બે પ્રકારો છે: રેખીય પોલીમરાઈઝેશન અને ચક્રીય પોલીમરાઈઝેશન.
$(a)$ આલ્કાઈનનું રેખીય પોલીમરાઈઝેશન: યોગ્ય પરિસ્થિતિઓમાં,ઈથાઈનનું રેખીય પોલીમરાઈઝેશન થઈને પોલીએસીટીલીન અથવા પોલીઈથાઈન બને છે,જે ઉચ્ચ આણ્વીય દળ ધરાવતું પોલીઈન છે અને તેમાં $[CH=CH-CH=CH]$ ના પુનરાવર્તિત એકમો હોય છે,જેને $+CH=CH-CH=CH-_{n}$ તરીકે દર્શાવી શકાય છે. ખાસ પરિસ્થિતિઓમાં,આ પોલીમર વિદ્યુતનું વહન કરે છે. પોલીએસીટીલીનની પાતળી ફિલ્મનો ઉપયોગ બેટરીમાં ઈલેક્ટ્રોડ તરીકે થઈ શકે છે. આ ફિલ્મો ધાતુના વાહકો કરતા સારી વાહક,હલકી અને સસ્તી હોય છે.
$(b)$ ચક્રીય પોલીમરાઈઝેશન: ઈથાઈનને $873 \ K$ તાપમાને લાલ તપ્ત લોખંડની નળીમાંથી પસાર કરતા તેનું ચક્રીય પોલીમરાઈઝેશન થાય છે. ત્રણ અણુઓ જોડાઈને બેન્ઝીન બનાવે છે,જે બેન્ઝીનના વ્યુત્પન્નો,રંગો,દવાઓ અને અન્ય ઘણા કાર્બનિક સંયોજનોની બનાવટ માટેનું પ્રારંભિક અણુ છે. એલિફેટિકમાંથી એરોમેટિક સંયોજનોમાં રૂપાંતરિત કરવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે.